गुजरात

અંજાર તાલુકાના મીડીયારા ગામે અનુસૂચિત જાતિ ના લોકો સાથે જાતિગત ભેદભાવ રાખતા સરપંચ સહિત 4 માથાભારે શખ્સો વિરુધ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

સરપંચ સહિત 4 માથાભારે શખ્સો દ્વાર મીડીયારા ગામમાં દલિતો ને બજાર માં ઘરવખરી તેમજ ગાય માટે ચારો નહી આપવો એવો પ્રતિબંધ

ભુજ

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

અંજાર તાલુકાના મીડીયારા ગામે અનુસૂચિત જાતિ (મહેશ્વરી ) સમાજ ના લોકો સાથે જાતિગત ભેદભાવ રાખી સરપંચ અને અન્ય 5 માથાભારે લોકો દ્વારા ધાકધમકીઓ અને ગામ માં ચીજવસ્તુઓ આપવા નો તેમજ ગાય ને ચારા માટે વથાણ માં આવતા રોકવા અને લોટ દરાવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો તો શું આવા કહેવાતા દબંગ લોકો પર યોગ્ય કાર્યવાહી થશે ખરી? અને સરપંચ પણ જેમ ફાવે તેમ દલિત સમાજના લોકો સાથે અવારનવાર દુરવહેવાર કરતો હોય છે તેવું ગામમાં રહેતાં દલિત સમાજના લોકોએ જણાવ્યું હતું પીડિતો દ્વારા તેની ફરિયાદ છેલ્લા 3 દિવસ થી અંજાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યાં હતાં

તે છતાં પોલીસ દ્વારા ફરીયાદ લેવામાં આવી નહોતી ત્યારે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી એ મીંદીયાના ગામ ની મુલાકાત લઈ અને અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ લેવામાં આવતી નથી તેનો ખુલાસો માંગ્યો હતો રૂબરૂ મુલાકત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નરેશ મહેશ્વરી. શિવજી ધેડા.હિતેશ મહેશ્વરી. ઇકબાલ જત.જાકબ જત સાથે વિશાલ પંડ્યા ની સાથે આંતરરાષ્ટ્રીય ભીમસેના ના પ્રમુખ મયુરભાઈ બડીયા.વિપક્ષી નેતા મીઠુંભાઈ મહેશ્વરી.અંજાર મહેશ્વરી સમાજ ના બાબુભાઇ વિસરિયા.મનોજ વિસરિયા તેમજ મીડિયારી ગામ ના આગેવાનો સાથે મિટિંગ કરી.અને તાત્કાલિક અંજાર પોલીસ સ્ટેશન માં પોલીસ ઇન્સપેક્ટર જાડેજા સાહેબ ને મળી સરપંચ સહિત અન્ય 4 માથાભારે લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ લાગુ પડતી કલમો લગાડી ફરિયાદ નોંધાવી હતી.

 

Related Articles

Back to top button