दुनिया

યુદ્ધ વચ્ચે ઈરાનને સૌથી મોટો ફટકો, ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું US-ઈઝરાયલની એરસ્ટ્રાઇકમાં મોત | Iran Intelligence Chief Majid Khademi Death in US Israel Airstrike Amid Escalating War



US-Israel Airstrike In Iran : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એરસ્ટ્રાઈકમાં ઈરાને વધુ એક ટોચના અધિકારી ગુમાવ્યા છે. રિપોર્ટ મુજબ, અમેરિકા-ઈઝરાયલે આજે ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે, જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ(IRGC)ના ઇન્ટેલિજન્સ ચીફ જનરલ મજીદ ખાદમીનું મોત થયું છે. ઈરાને ખાદમીના મોતની પુષ્ટિ કરી છે, તો આ મુદ્દે ઈઝરાયલે પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

IRGCએ મેજર ખાદમીના મોતની પુષ્ટિ કરી

IRGCએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરીને ખાદમીનું મોત થયું હોવાની માહિતી આપી છે. પોસ્ટમાં લખાયું છે કે, ‘અમેરિકા-ઈઝરાયેલે આજે (6 એપ્રિલ) સવારે કરેલા આતંકવાદી હુમલામાં IRGCના ઈન્ટેલિજન્સ સંગઠનના ચીફ મેજર જનરલ મજીદ ખાદમી શહીદ થયા છે.’

ખાદમી આતંકી હુમલાનો પ્રોત્સાહન આપતા હતા : IDF

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલી કાર્ટજે કહ્યું કે, ઈઝરાયલે હુમલો કરતાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના કોરના ઇન્ટેલિજન્સ વડાનું મોત થયું છે. જ્યારે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે(IDF) ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે કે, ‘IRGCના ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીના નિધનના સમાચાર સામે આવ્યા છે. ખાદેમી IRGCના સૌથી વરિષ્ઠ કમાન્ડરોમાંના એક હતા અને તેમની પાસે લાંબા સમયનો બહોળો અનુભવ હતો. તેઓ વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવા માટે સક્રિય હતા અને ઈરાની શાસન દ્વારા કરવામાં આવતા આંતરિક વિરોધ પ્રદર્શનોના દમન દરમિયાન સામાન્ય નાગરિકો પર દેખરેખ રાખવા માટે પણ જવાબદાર ગણવામાં આવતા હતા. તેમની આ એક્ઝિટથી ઈરાનના સૈન્ય અને ગુપ્તચર માળખાને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.’

આ પણ વાંચો : ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર

મજીદ ખાદમી કોણ છે?

જૂન-2026માં ઈઝરાયલના હુમલામાં ઈરાનના ઇન્ટેલિજન્સ પ્રમુખ મોહમ્મદ કાજમી અને ડેપ્યુટી પ્રમુખ હસન મોહાકિકનું મોત થયું હતું. આ હુમલામાં એક ટોપ કમાન્ડર મોહસેન બધેરીનું પણ મોત થયું હતું. ત્યારબાદ ઈરાને જૂનમાં બ્રિગેડિયર જનરલ મજીદ ખાદમીને ગુપ્ત વિભાગના વડા બનાવ્યા હતા. ખાદમી સંરક્ષણ મંત્રાલયમાં ગુપ્ત સુરક્ષા સંગઠનના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના વિશ્વાસુ મનાતા હતા.

આ પણ વાંચો : ઈરાનના પહાડોમાં છુપાયેલા એરમેનને બચાવવા CIAએ અફવા ફેલાવી, જાણો અમેરિકન પાયલટની ઘરવાપસીની ગાથા



Source link

Related Articles

Back to top button