दुनिया

‘યુનિવર્સિટી પર હુમલાની ટીકા કરો નહીંતર…’ ટ્રમ્પને ઇરાનનું અલ્ટીમેટમ, મિડલ ઈસ્ટ યુદ્ધમાં ટેન્શન હાઈ | Iran Threatens Response After Tehran University Attack Tensions Rise



Middle East Conflict: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થતા હવે આ યુદ્ધ વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી છે. તાજેતરમાં તેહરાન સ્થિત ‘ઈરાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લી ચેતવણી આપી છે.

IRGCનું વ્હાઇટ હાઉસને અલ્ટીમેટમ

ઈરાની સૈન્ય સંગઠન IRGCએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જો અમેરિકા પોતાની અને ઈઝરાયલની યુનિવર્સિટીઓને સુરક્ષિત રાખવા માંગતું હોય, તો તેણે તેહરાનની યુનિવર્સિટી પર થયેલા બોમ્બ વિસ્ફોટની જાહેર અને સત્તાવાર નિંદા કરવી પડશે. આ માટે ઈરાને 30મી માર્ચ, તેહરાન સમય મુજબ બપોરે 12 વાગ્યા સુધીની ડેડલાઇન આપી છે.

આ પણ વાંચો: ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત

શૈક્ષણિક સંસ્થાઓ હવે ‘કાયદેસરના લક્ષ્ય’

ઈરાને આક્ષેપ કર્યો છે કે ઈઝરાયલ જાણીજોઈને ઈરાનના વૈજ્ઞાનિક અને શૈક્ષણિક માળખાને નિશાન બનાવી રહ્યું છે. IRGCએ ચેતવણી આપી છે કે જો અમેરિકા નિંદાનું નિવેદન બહાર નહીં પાડે, તો પશ્ચિમ એશિયામાં આવેલી તમામ અમેરિકન યુનિવર્સિટીઓ અને ઈઝરાયલની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઈરાન ‘કાયદેસરના સૈન્ય લક્ષ્ય’ ગણશે અને તેના પર ગમે ત્યારે હુમલો કરવામાં આવશે.

ઈઝરાયલની સ્પષ્ટતા અને ઈરાનનો વળતો પ્રહાર

બીજી તરફ, ઈઝરાયલે 27મી માર્ચે તેહરાન પર કરેલા હુમલાની પુષ્ટિ કરી છે. ઈઝરાયલી સેનાનું કહેવું છે કે તેમણે માત્ર ઈરાની સરકાર સાથે જોડાયેલા વ્યૂહાત્મક માળખાને જ નિશાન બનાવ્યા હતા. જોકે, ઈરાને આ દાવાને નકારતા કહ્યું છે કે આ હુમલાઓ ઈરાનના બૌદ્ધિક અને વૈજ્ઞાનિક પાયાને નબળા પાડવાના બદઈરાદાથી કરવામાં આવ્યા છે.

મિડલ ઈસ્ટમાં વધી રહેલા આ તણાવને કારણે હવે વિશ્વભરની શૈક્ષણિક સંસ્થાઓ અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. હવે આખી દુનિયાની નજર 30મી માર્ચના અમેરિકાના પ્રતિસાદ પર ટકેલી છે.



Source link

Related Articles

Back to top button