गुजरात
કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | A young man living in Navagam Kalavad committed suicide by consuming poison

![]()
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા મુકેશ લાલજીભાઈ અકબરી નામના 52 વર્ષના આઘેડ યુવાને પોતાના ગામમાં આવેલી વાડીએ જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ લાલજીભાઈ અકબરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ દરમ્યાન મૃતક યુવાન ઈલેક્ટ્રીક કરતો હતો, અને તેના લગ્ન થતાં ન હોવાથી તેને મનમાં લાગી આવતાં વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.

