गुजरात

વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબીની રેડ, પાંચ જુગારીઓ ઝડપાયા | PCB raids gambling operation near Nyay Mandir in Vadodara five gamblers arrested



Vadodara Gambling Raid : વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિર વિસ્તારમાં કુકરી વડે ચાલતા જુગાર પર પીસીબી પોલીસની ટીમ રેડ કરી હતી. પોલીસને જોઇ જુગારીઓમા દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી 5 જેટલા ખેલીઓ આબાદ ઝડપાઈ ગયા હતાં. પીસીબીએ જુગારીઓને પકડી આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે.

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પીસીબી પોલીસની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થઈને કૂકરી વડે જુગાર રમી રહ્યા છે. જેના આધારે પીસીબી પોલીસની ટીમ દ્વારા બાતમી મુજબના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને જોઈને જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થળ ઉપરથી પાંચથી 5 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પીસીબીની ટીમ દ્વારા આ જુગારીયાઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.



Source link

Related Articles

Back to top button