राष्ट्रीय

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predictions world war ai and disasters


Baba Vanga 2026 Predictions: બાબા વેંગાએ 9/11ના હુમલાથી લઈને બરાક ઓબામાના પ્રમુખ બનવા સુધીની સચોટ આગાહીઓ કરી હતી. વર્ષ 2026 માટે તેમણે જે સંકેતો આપ્યા છે તે યુદ્ધ, કુદરતી આફતો અને ટેકનોલોજી સાથે જોડાયેલા છે. વર્ષ 2026 માટે બાબા વેંગાએ કેટલીક આગાહીઓ કરી છે જે ભયાનક ચિત્ર રજૂ કરે છે. તેમની ઘણી આગાહીઓ સાચી ઠરી છે. બાબા વેંગા ‘બાલ્કન્સના નાસ્ત્રેદમસ’ તરીકે ઓળખાય છે. તેમણે વર્ષ 2026 માટે ચિંતાજનક વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી છે, જેમાં સંભવિત આર્થિક વિનાશ સમાવિષ્ટ છે.

1. ત્રીજું વિશ્વયુદ્ધ અને રશિયાનો દબદબો

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, વિશ્વના પૂર્વીય ભાગોમાં પ્રવર્તી રહેલી જીઓ-પોલિટિકલ અસ્થિરતા એક મહાભયાનક યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે. આ વૈશ્વિક સંઘર્ષની અસર પશ્ચિમી રાષ્ટ્રો સુધી પણ વિસ્તરશે, જેના કારણે ત્યાં મોટા પાયે જાન-માલનું નુકસાન થવાની ભીતિ છે. આ ભીષણ ટકરાવને પરિણામે દુનિયાના સત્તાવાર સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે અને રશિયા આ સમગ્ર પરિસ્થિતિ પર વર્ચસ્વ જમાવી તેને કાબૂમાં લેશે.

2. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) બનશે બેકાબૂ

AI અંગે બાબા વેંગાએ કહ્યું હતું કે, 2026માં AIની તાકાત એટલી વધી જશે કે તે મનુષ્યના નિયંત્રણ બહાર જઈ શકે છે. મશીનો જાતે નિર્ણયો લેવા લાગશે, જેના કારણે ઉદ્યોગો જ નહીં પણ આપણી રોજિંદી જીવનશૈલી પણ પ્રભાવિત થશે. આ સ્થિતિ માનવજાત માટે મોટો પડકાર બની રહેશે.

3. કુદરતી આફતોનો કહેર

વર્ષ 2026માં ક્લાઈમેટ ચેન્જ ગંભીર રૂપ ધારણ કરશે. બાબા વેંગાએ ભારે વરસાદ, પૂર, દુષ્કાળ અને મોટા ભૂકંપના સંકેતો આપ્યા છે. કુદરતનો પ્રકોપ અનેક દેશોની અર્થવ્યવસ્થાને પાયમાલ કરી શકે છે.

આ પણ વાંચો: નવા વર્ષના બીજા દિવસે ગુરુ-ચંદ્ર બનાવશે ગજકેસરી યોગ, 3 રાશિના જાતકોનો આવશે ગોલ્ડન ટાઈમ

4. એશિયા અને ચીનની વધતી તાકાત

ભવિષ્યવાણી મુજબ, 2026માં એશિયા ખંડની શક્તિમાં ધરખમ વધારો થશે. ચીન જેવા દેશો વધુ શક્તિશાળી બનીને ઉભરી શકે છે. જોકે, આ વિસ્તારમાં વિવાદોની સ્થિતિ પણ યથાવત રહેશે, ખાસ કરીને તાઈવાન અને દક્ષિણ ચીન સાગરના વિસ્તારોમાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે.


વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI... 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી 2 - image



Source link

Related Articles

Back to top button