गुजरात

સમગ્ર રાજ્યમાં આવેલ તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ) બંધ રાખીને શહેરોમાં “અંધારપટ કાર્યક્રમ” કરીને અનોખી રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે

રાજ્યમાં સ્ટ્રીટ લાઈટ બંધ રાખી ગુજરાતમાં અંધારપટ કાર્યક્રમને ચીફ ઓફિસર એસોસિયેશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું

ગાંધીનગર

અનીલ મકવાણા 

સમગ્ર રાજ્યમાં આવેલ તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ) બંધ રાખીને શહેરોમાં “અંધારપટ કાર્યક્રમ” કરીને અનોખી રીતે સરકારની અન્યાયકારી નીતિઓની સામે વિરોધ પ્રદર્શિત કરશે…

તા.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ “સમગ્ર રાજ્યમાં સ્ટ્રીટ લાઈટ બંધ રાખી સમગ્ર ગુજરાતમાં અંધારપટ” કાર્યક્રમ યોજવા માટે મહામંડળ દ્વારા કર્મચારી મિત્રોને જાહેર અપીલ કરવામાં આવી છે તેમ નગરપાલીકાના સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થયેલ છે….

સમગ્ર રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ)બંધ રાખીને રાજ્ય સરકાર દ્વારા એક માત્ર નગરપાલિકાઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જ અન્યાયકારી નીતિ અપનાવી છે રાજ્ય સરકારના કર્મચારીઓને લગતા કેટલાક મુદ્દાઓ અંગે નિરાકરણ લાવવામાં આવ્યું જ્યારે નગરપાલિકાઓ ના અધિકારીઓ,કર્મચારીઓ માટે કોઈ જ મુદ્દે સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવેલ નથી જેને કારણે રાજ્યમાં આવેલ ૧૫૭ નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહેલ છે અને તેને કારણે હવે ગાંધીનગર ખાતેથી નગરપાલિકા ઓ ખાતે આવા અનોખી રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરીને સરકારની અન્યાયકારી નીતિઓનો વિરોધ કરવામાં આવશે….

નગરપાલિકાઓના કર્મચારીઓ, અધિકારીઓની સાથે જ રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે તે માટે વારંવાર સરકારમાં રજૂઆતો અને કમિશ્નર સાથે શહેરી વિકાસ મંત્રીશ્રી સાથે મીટીંગો કરવા છતાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરીને કર્મચારીઓ અધિકારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવેલ નથી અને તેના ભાગરૂપે છેલ્લા એક મહિનાથી સતત ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ અનેક કાર્યક્રમો કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ છે છતાં સરકાર દ્વારા નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓ ના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરેલ નથી કે નિકાલ કરેલ નથી માટે સ્થાનિક સ્તરે વધુ સારી રીતે વિરોધ કરી શકાય અને તેની નોંધ સ્થાનિક નાગરિકોને સાથે નોંધ લેવાય માટે આ એક કાર્યક્રમ નક્કી કરેલ છે અને હવે જ્યારે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પૂર્વે તમામ લાઈટ,પાણી જેવી આવશ્યક સેવાઓ બંધ કરવા માટે પણ મહામંડળોએ રાજ્ય સરકારને અલટીમેટમ આપેલ છે પરંતુ કર્મચારીઓ,અધિકારીઓ તે નગરના નાગરિકોને આવશ્યક સેવાઓથી વંચિત રાખવા માંગતા નથી પરંતુ અગાઉ જ્યારે ૨૦૧૭ માં ત્રણ દિવસ માટે આવશ્યક સેવાઓ બંધ કરી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ત્રીજા દિવસે સાતમાં પગાર ધોરણની જાહેરાત કરાઇ હતી તો મહામંડળો હાલમાં એક દિવસ માટે સ્ટ્રીટ લાઇટ બંધ રાખી “ગુજરાતમાં અંધારપટ” કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાય અને રાજ્ય સરકાર તેની નોંધ લે તેવા તમામ કર્મચારી મિત્રોને જાહેર કરવામાં આવેલ છે કર્મચારીઓ હકક અને અધિકાર માટેની લડત મજબૂત રીતે સરકારને બતાવવા અને પડતર પ્રશ્નોના ઉકેલ ઝડપથી લાવવાના મૂડમાં છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ, ચીફ ઓફિસર એસોસિયેશન તેમજ સફાઈ કામદાર સંગઠનો દ્વારા પણ આગામી કાર્યક્રમોને સમર્થન જાહેર કર્યું છે ત્યારે હોદેદારો આરપારની લડાઇ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે.. આ કાર્યક્રમ સફળ થાય ત્યારબાદ આગામી ૧૫મી તારીખથી અચોક્કસ મુદત માટે આવશ્યક સેવાઓ બંધ કરવા ના કાર્યક્રમ માટે પણ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ ઝડપથી લાવે છે કે પછી આગામી દિવાળીના તહેવારોમાં નગરના નાગરિકોને આવશ્યક સેવાઓથી મુશ્કેલી શહન કરવાના દિવસો આવશે અને આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીઓમાં પણ તેની અસર જોવા મળશે તેવું હાલ જોવા મળી રહ્યું છે…

રાજેન્દ્ર સિંહ ઝાલા


આકાશ પટેલ- પ્રમુખ
સી.ઓ.એસોસિએશન

અશોક રાઠોડ- પ્રમુખ
ન.પા.કર્મચારી મહામંડળ

પ્રવીણ સુતરીયા
બોર્ડ,નિગમ,નગરપાલીકા મહામંડળ
વિષ્ણુભાઈ પટેલ
અધ્યક્ષ,સંકલન સમિતિ

 

 

 

Related Articles

Back to top button