गुजरात

પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack during police recruitment



ભરૃચ.ભરૃચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.એસ.આઈ. અને લોક રક્ષક દળની ભરતી માટેની  દોડના ત્રીજા રાઉન્ડ દરમિયાન  યુવકને  એટેક  આવતા તેનું મોત થયું હતું.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૃચ પોલીસ હેડ કવાર્ટસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પી.એસ.આઈ. અને લોક રક્ષક દળની પ્રક્રિયાનો પ્રારંભ તા.ર૧ જાન્યુઆરીથી થયો છે. જેમાં રાજ્યભરમાંથી ઉમેદવારો શારીરિક કસોટી માટે ભાગ લઈ રહયા છે. પી.એસ.આઈ.ની ભરતીમાં વડોદરા એસ.આર.પી. ગૃપ ૧માં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ જાડેજાનો રપ વર્ષનો પુત્ર રવિરાજસિંહે પણ શારીરિક કસોટીમાં દોડમાં ત્રીજા રાઉન્ડ દરમિયાન  અચાનક ઢળી પડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન  સેવાઇ રહ્યું છે.  



Source link

Related Articles

Back to top button