गुजरात

મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં ૫૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

મહેસાણા જિલ્લામાં ગુરૃવારે એક જ દિવસમાં કુલ ૫૬ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયોે છે.જેના પગલે આરોગ્ય તંત્ર દ્રારા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.જયારે બનાસકાંઠા જિલ્લામાં ૧૬ અને પાટણ જિલ્લામાં ૨૧ મળીને ઉત્તર ગુજરાતમાં કુલ ૯૩ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે.મહેસાણા જિલ્લામાં ગુરૃવારે ૧૮૬૫ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૪૯ ના રીઝલ્ટ પોઝિટીવ જયારે ખાનગી લેબના ૭ પોઝિટીવ મળી કુલ ૫૬ લોકોના પોઝિટીવ રીઝલ્ટ આવેલ. શહેરી વિસ્તારમાં ૧૦ અને ગ્રામ્યમાં ૪૬ કેસનો સમાવેશ થાય છે.મહેસાણા તાલુકામાં ૧૫, કડી ૨, વિસનગર ૮, વડનગર ૮, જોટાણા ૧, બેચરાજી ૫, વિજાપુર ૧૨ અને ઊંઝા તાલુકામાં ૫ કેસનો સમાવેેશ થાય છે. અત્યારે ૨૭૫ કોરોનાના એક્ટિવ કેસ છે જયારે ૪૧ દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી.

Related Articles

Back to top button