गुजरात

ગુજરાત ATS અને વડોદરા SOGએ મોટું સંયુકત ઓપરેશન પાર પાડ્યું, રૂ.1000 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત ATS અને વડોદરા SOGએ એક મોટું સંયુકત ઓપરેશન પાર પાડ્યું છે.વડોદરા મધ્યગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું નામ અને સ્થાન ધરાવે છે. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં કેમીકલ ફેક્ટરી શરૂ કરવાની અગાઉ જાહેરાત કરતા જ સ્થાનિકોને નોકરી મળશે તેવી આશા હતી, પણ કેમીકલ ફેક્ટરીની આડમાં ચાલતા કાળા ધંધાનો આજે પર્દાફાશ થયો છે. નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કંપની કોરોનાની દવા હાઇડ્રોક્લોરો ક્વીન બનાવતી હતી અને તેની આડમાં નશીલા ડ્રગ્સ પણ બનાવતી હતી.ગઈકાલ રાતથી આ સર્ચ ઓપરેશન ચાલુ હતુ જેમાં સાવલી મોક્સી રોડ પર આવેલ GK માર્બલ કંપનીમાં દરોડા પાડતા જાણવા મળ્યુ કે, આ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. મેગા ઓપરેશનમાં MD ડ્રગ્સ સાથે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 200 કિલો ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનુ જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.

Related Articles

Back to top button