गुजरात

અમદાવાદ: દીકરીના જન્મ બાદ ખુલી પતિની પોલ, પરિણીતાના પગ નીચેથી સરકી ગઈ જમીન

અમદાવાદ: શહેરમાં રહેતી 26 વર્ષીય યુવતીએ લગ્ન કર્યા અને બાદમાં તેના પતિ સાથે સાઉથ આફ્રિકા ગઈ હતી. ત્યાં તેને પ્રેગનેન્સી રહેતા પતિએ તેને સાસરે મોકલી દીધી હતી. સાસુ નોર્મલ ડિલિવરી કરવા ત્રાસ આપતી ત્યાં જ્યારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો બાદમાં સાસરિયાઓ એ વધુ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. યુવતીએ દાણીલીમડામાં અરજી કરી પણ કોરોનાનું બહાનું કાઢી કોઈ હાજર થયું ન હતું. જોકે, પુત્રી આવ્યા બાદ અને અરજી કર્યા બાદ યુવતીએ જાણ થઈ કે, તેના પતિનું તેની જ ભાભી સાથે અફેર છે. જેથી આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહ આલમમાં માતા પિતા, ભાઈ ભાભી સાથે રહેતી 26 વર્ષીય યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા. લગ્ન બાદ વેરાવળ ખાતે આ યુવતી સાસરે રહેવા ગઈ હતી. લગ્નના થોડા સમય બાદ આ યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો જે હાલ 18 માસની છે. આ યુવતીનો પતિ સાઉથ આફ્રિકા નોકરી કરતો હોવાથી યુવતીએ પતિ સાથે સાઉથ આફ્રિકા જવા બોલી કરી હતી. બાદમાં પતિ સાઉથ આફ્રિકા જવાનો હોવાથી તેને મુકવા આ યુવતી મુંબઈ ગઈ હતી. જ્યાં તેણે સાઉથ આફ્રિકા ન લઈ જવાનું કહેતા બને વચ્ચે ઝગડો થયો હતો. જેથી યુવતીના પતિએ શેઠ સાથે વાત કરાવતા વિઝા ન હોવાથી રાહ જોવી પડશે તેમ જણાવ્યું હતું. જોકે બાદમાં વિઝા થતા યુવતીને તેનો પતિ સાઉથ આફ્રિકા લઈ ગયો હતો.

Related Articles

Back to top button