गुजरात

શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking under 5 police stations in the city



શહેર-જિલ્લામાં વધતી જતી ગુનાખોરીને ડામી દેવા

વાહન ચેકિંગ, દારૃ પીને ડ્રાઈવિંગ કરતા શખ્સો, હથિયારો
અને કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી

ભાવનગર –  ભાવનગર પોલીસ
દ્વારા શહેરમાં મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શહેરના પાંચ પોલીસ સ્ટેશનો
હેઠળ ચેકપોસ્ટ ઉભી કરી રેન્ડમ વાહન ચેકિંગ
, દારૃ પીને
ડ્રાઈવિંગ કરતા શખ્સો સામે કાર્યવાહી
, હથિયારો અને કાળા
કાચવાળા વાહનોની તપાસ સાથે બુટલેગર્સ પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી.

ભાવનગરમાં વધતા ગુનાખોરીના બનાવો, છરીના હુમલા અને અસામાજિક તત્વોના
આતંક વચ્ચે હવે પોલીસ એક્શનમાં આવી છે. એસપી નિતેશ માર્ગદર્શન હેઠળ શહેરના પાંચ
પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અચાનક ચેકપોસ્ટ ઉભી કરી રેન્ડમ વાહન ચેકિંગ
, દારૃ પીને ડ્રાઈવિંગ કરતા શખ્સો સામે કાર્યવાહી, હથિયારો
અને કાળા કાચવાળા વાહનોની તપાસ સાથે બુટલેગર્સ પર પણ તવાઈ બોલાવવામાં આવી
હતી.તદુપરાંત સમન્સ-વોરંટની બજવણી
, તેમજ શહેરમાં કોમ્બિંગ
અને નાઈટ ફૂટ પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવી હતી. નીલમબાગ તથા ઘોઘારોડ ગંગાજળિયા
,
બોરતળાવ અને ભરતનગર પોલીસ સ્ટેશનોમાં વિસ્તાર લોકેટ કરી રેન્ડમ
ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં દારૃ
પીધેલા અને દારૃ પીને વાહન ચલાવતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે. સમન્સ
વોરંટની બજવણી તથા અરજી તપાસ તથા છરી લઈને નીકળતા શખ્સો તેમજ હથિયાર લઈને નીકળતા
શખ્સો અને તેમના વાહન ચેકિંગ કામગીરી કરવામાં કરવામાં આવ્યું હતું.

અસામાજિક તત્વોના મકાનોનું ડિમોલિશન કરાશે – ડીવાયએસપી

દિવસ અને નાઈટ દરમિયાન કોમ્બિંગની કામગીરી પોલીસ દ્વારા રેન્ડમ ચેકિંગ તથા
નાઈટમાં ફૂટ પેટ્રોલિંગ તથા દિવસ દરમિયાન અને નાઈટ દરમિયાન કોમ્બિંગની કામગીરી
, અસામાજિક
તત્વોનું ચેકિંગ તેમજ અસામાજિક તત્વો છે તેના વિસ્તાર છે તે લોકેટ કરી ડિમોલિશનની
કામગીરી કરવામાં આવશે તેમ ડીવાયએસપી આર.આર.સિંધાલે જણાવ્યું હતું.



Source link

Related Articles

Back to top button