સુરતની ચોંકાવનારી ઘટના! નોકરે વેપારીની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ, ફોટો પાડીને પડાવ્યા લાખો રૂપિયા
સુરતઃ સુરતના સરથાણા વિસ્તારમાં કાપડ વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારીએ વેપારીની પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ સમયે આ કર્મચારીએ વેપારીની પત્નીના પાડેલા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અવાર નવાર પૈસાની માંગણી કરી હેરાન કરતા કર્મચારી કંટાળેલી પરિણીતાએ પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાપડ વેપારીને ત્યાં કામ કરતો કર્મચારીની ધરપકડ કરી તેના વિરુધ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ભાવનગરના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતાં વ્યાપારી પોતાના પરિવારમાં પત્ની અને બાળકો સાથે રહે છે આ કાપડ વેપારીની દુકાનમાં સતીશ નાગજીભાઈ લાંગડિયા કર્મચારી તરીકે લાંબા સમયથી નોકરી કરતો હતો તે વેપારીના ઘરે અવારનવાર જતો હતો.
ત્યારે એક દિવસે સતીશના કર્મચારી દુકાનના કામે કાપડ વેપારીના ઘરે ગયો હતો ઘરે ગયો હતો ક્યારે કાપડ વેપારીની પત્ની કપડા બદલતી હતી જેને જોઈને આ કર્મચારીની કાપડ વેપારીની પત્ની ઉપર દાનત બગડી હતી તેથી તેને પકડી લઇ તેની સાથે બળાત્કાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.