गुजरात

સુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ

સુરતના ભટાર વિસ્તારમાં રસ્તા પર બેસેલા યુવાનો પોલીસને જોઈને બાઇક મૂકીને ભાગી છૂટ્યાં હતા. જોકે આ બાઈક છોડવા જતા પોલીસે આ યુવકો પાસે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. પોલીસ કર્મચારી લાંચ લે તેપહેલાં આ આરોપીને ખબર પડી ગઈ હતી કે એસીબી તેમને પકડવા આવી છે, ત્યારબાદ આ આરોપી ભાગી છૂટ્યાં હતા. જોકે 9 મહિના બાદ ACB આ મામલે ગુનો નોંધી પોલીસ કર્મચારી સાથે તેના રીક્ષા ચાલાકની પણ ધરપકડ કરી છે.

સુરતના ભટાર વિસ્તાર આજથી 9 મહિના પહેલાં રસ્તા પર કેટલાક યુવાનો પોતાના મિત્રો સાથે બેસેલા હતા. તેજ સમયે ખટોદરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે બેસેલા યુવાનો ખટોદરા પોલીસ આવતા ભાગી ગયા હતા ત્યારે તે જગ્યા પર એક યુવાનું બાઈક રહી ગયું હતું.

જે બાઈક પોલીસ કબ્જે કર્યુ હતું અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જોકે ત્યારબાદ આ યુવકો બાઇક છોડવા જતા પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહે તેના રિક્ષાચાલક ઈમરાન મારફતે 15 હજારની લાંચ માંગી હતી. જોકે આ યુવાનો દ્વારા લાંચ નહિ આપવી પડે તે માટે વીડીયો રેકોડિઁગ અને ઓડિયો રેકોર્ડિંગના આધારે એસીબી (એન્ટિ કરપ્શન બ્યૂરો) માં ફરિયાદ કરી હતી.

જોકે સાંયોગિક પુરાવાના આધારે રૂપિયા 15 હજારની લાંચ માંગનારા પોલીસકર્મી દિગ્વિજયસિંહ અને તેના રિક્ષાચાલક ઈમરાન વિરુદ્ધ એસીબીએ 29મી ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો. જોકે આ કેસમાં જરૂરી પુરાવા ભેગા કર્યા બાદ ગતરોજ એસીબીએ ખટોદરા પોલીસના એલ.આર દિગ્વિજયસિંહ મસાણી અને રિક્ષાચાલક ઈમરાન શેખની 9 મહિના પહેલાં બનેલા બનાવમાં ધરપકડ કરી છે.

Related Articles

Back to top button