गुजरात

હોળી પહેલાં હિટવેવ: આગામી 5 દિવસ સુધી ફૂંકાશે ગરમ હવા, મોટાભાગનાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે

રાજ્યમાં ઉનાળો શરૂ થવાની અણીએ છે. સૂરજ દાદાના કિરણોનો પ્રકોપ ધીરે ધીરે લોકોને દઝાડી રહ્યો છે. હોળી પહેલાં જ હવે ગરમ પવન લોકોને પરેશાન કરવાં લાગ્યો છે. ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી અમદાવાદ સુરત ડીસા અને સૌરાષ્ટ્રનાં કચ્છ ભુજમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આજે 14મી માર્ચથી 17 માર્ચ સુધી ગુજરતનાં મોટાભાગનાં શહેરોમાં હીટવેવનો અનુભવ થશે.

રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ, સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Related Articles

Back to top button