गुजरात

રાપર : દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા ના મુખ્ય આરોપી ભરત રાવલની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પૂર્વ કચ્છ પોલીસ ના સંયુક્ત ઓપરેશન થી ધરપકડ કરવામાં આવી

રાપર પોલીસ સ્ટેશનમાં બનેલ હત્યાના ગુનામાં પૂર્વ કચ્છ પોલીસને મળી મોટી સફળતા

રાપર

રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ

રાપર પોલીસ સ્ટેશનમાં બનેલ હત્યાના ગુનામાં પૂર્વ કચ્છ પોલીસને મળી મોટી સફળતા ગઈ કાલ તારીખ 25 ના રોજ રાપર શહેરમાં દેના બેંક ચોક ખાતે દેવજીભાઈ મહેશ્વરી કે જેઓ વકીલ તરીકે પ્રેકટીસ કરતા હતા તેઓની હત્યા થયેલ.શ્રીજે.આર.મોથલીયા બોર્ડર રેન્‍જ ભુજ તેમજ પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટિલ ના માર્ગદર્શન હેઠળ આ ગુનાને શોધવા તેમજ આરોપીઓને પકડવા સારું રેન્જ સ્તરેથી અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવેલ હતી અને આ ટીમો આરોપીઓને શોધવા પ્રયત્નશીલ હતી. આ ગુનાનો મુખ્ય આરોપી ભરત આ ગુનાને અંજામ આપ્યા બાદ મુંબઈ ભાગી ગયે લ ની બાતમી મળેલ જે આધારે પૂર્વ કચ્છ પોલીસની એક ટીમ મુંબઇ રવાના કરેલ તેમજ અન્ય ટીમો અન્ય આરોપીઓને પકડવા કામગીરીમાં હતી.
આ ગુનાના મુખ્ય આરોપી ભરત રાવલની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પૂર્વ કચ્છ પોલીસ ના સંયુક્ત ઓપરેશન થી અટક કરવામાં આવેલ છે. તેમજ અન્ય પાંચ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે. પ્રજાજોગ ની અપીલ : રાપર માં બનેલ હત્યા અનુસંધાને અત્યાર સુધી કુલ છ આરોપી રાઉન્ડઅપ કરવામાં આવેલ છે તેમજ અન્ય આરોપીઓને શોધવા ની કામગીરી ચાલુ માં છે. જેથી કોઈપણ પ્રકારની અફવાઓ માં આવ્યા વગર પોલીસ ને સહયોગ આપવા નમ્ર અપીલ છે

Related Articles

Back to top button