Surat Murder: એક તરફી પ્રેમમાં પાગલ યુવાન એક વર્ષથી કરતો હતો ગ્રીષ્માને હેરાન, સંબંધની ના પાડતા કાપી નાંખ્યું ગળું
સુરત: જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક 18 વર્ષના યુવાન ફેનીલ ગોયાણી્એ એક તરફી પ્રેમમાં (murder in one sided love) સાથે જ અભ્યાસ કરતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેંકરિયાનું ચપ્પુ વડે ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. નિર્દોષ યુવતીનું ઢિમ ઢાળી યુવાને પોતે પણ હાથે અને પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી, યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. બીજી બાજુ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે.
પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો
એક તરફી પ્રેમમાં કામરેજમાં ખૂની ખેલ ખેલાયો હતો જેના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે રહેતા યુવાન ફેનીલ ગોયાણીએ કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી ગ્રીષ્મા વેંકરિયા સાથે એક તરફી પ્રેમ હતો, યુવાન વારંવાર યુવતીને પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો. પરંતુ તે ન માનતા ફેનીલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માંનું ઢિમ ઢાળી દેવાનું નક્કી કરી સાંજે હાથમાં ચપ્પુ રાખી ગ્રીષ્માંની સોસાયટી ખાતે પહોંચ્યો જયાં યુવતીના મોટાં પપ્પા અને ભાઈ યુવાનને સમજાવાં જતા યુવાને બન્ને પર ચપ્પુ વળે હુમલો કાર્યો હતો. બાદમાં જાહેરમાં ગ્રીષ્માંનાં ગળે ચપ્પુ મુકી તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો
હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી. જોકે, સ્થળ પર કામરેજ પોલીસ આવી પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવયો છે.