गुजरात

વલસાડ: બેકાબુ કાર ડિવાઇડર કુદાવીને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ, 2 યુવકોના મોત, 1 ગંભીર ઇજાગ્રસ્ત

વલસાડ: વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યો હતો. હાઇવે પર પૂરઝડપે દોડતી કાર ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરતના વોરા સમાજના બે યુવકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

બનાવની વિગત મુજબ, સુરતના ત્રણ યુવકો વાપી તરફથી કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા. કાર વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચતા અચાનક જ કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર ફંગોળાઈ અને સામેથી આવતા એક ટ્રક સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી.

Related Articles

Back to top button