गुजरात

અમદાવાદમાં દીપડાનું મોત, સરખેજ સનાથલ હાઇવે પર વાહનની અડફેટે આવતા મોતની ચર્ચા

અમદાવાદમાં થોડા દિવસ પહેલા દીપડો (leopard) દેખાયાનું સાંભળવા મળ્યું હતું. ત્યારે રવિવારે મોડી રાતે શહેરના સરખેજ સનાથલ હાઇવે પર મૃતક દીપડો દેખાયો હતો. ચાલતી ચર્ચા પ્રમાણે, આ દીપડાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત (leopard died in accident) નીપજ્યું છે. જે બાદ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થઇ ગયા હતા.

સથાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, સરખેજ સનાથલ હાઇવે ઉપર કોઇ ભારે વાહનની ટક્કરે દીપડો આવી જતા તેનું ત્યાં જ મોત નીપજ્યું છે. આ મૃતક દીપડાના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણાં જ શેર થઇ રહ્યાં છે.

નોંધનીય છે કે, 17 જાન્યુઆરીનાં રોજ પણ શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં એક મંદિર પાસે દીપડો દેખાયાની આશંકાએ ફફડાટ ફેલાઈ ગયો હતો.

Related Articles

Back to top button