गुजरात

વડોદરા : બસ અને ટુ-વ્હીલરનો અકસ્માત, આધેડ ચાલકના માથે જોટો ફરી વળતા કરૂણ મોત

વડોદરા : વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના રસ્તે આવેલી હોટલ તારાસન્સ સામે વડોદરાની જ એક લક્ઝરી બસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

બનાવની વિગત એવી છે કે વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા અનિલ શાહ ગઈકાલે રાત્રે તેમના ટુ-વ્હીલર એક્સેસ પર ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ પોતાના વ્યવસાયેથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે GJ-06-AX-4327 નંબરની પટેલ ટ્રાવેલ્સનું સાઇન બોર્ડ મારેલી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ બસની ટક્કરે કરૂણાંતિકા સર્જી હતી.

આ બસની ટક્કર વાગતા GJ-06-HF-7130 નંબરની ટુ વ્હીલર સુઝૂકી એક્સેસ પરથી અનિલ શાહ પટકાયા હતા અને બસનો જોટો તેમના માથા પરથી ફરી જતા ઘટના સ્થળે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. નજરે જોનારા લોકોના મતે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ચાલકના પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું.

Related Articles

Back to top button