गुजरात

સુરતમાં ટેન્કર લીક થતાં ઝેરી કેમિકલ પ્રસર્યો, 6 લોકોના મોત, 20થી વધુ અસરગ્રસ્ત

સુરત: શહેરની સચિન GIDCમાં વહેલી સવારે ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે. જ્યારે સાત શ્રમિકો વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 28થી વધુ મજૂરો સારવાર હેઠળ છે. કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. હાલ તમામ અસરગ્રસ્તોની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ કામે લાગી ગયુ હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની થોડે દૂર એટલે 10એક મીટર દૂર જ આ મજૂરો સૂતા હતા. જે લોકોને આ ઝેરી કેમિકલની અસર થઇ છે.

20થી વધુ અસરગ્રસ્તો સારવાર લઇ રહ્યા છે.

તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Related Articles

Back to top button