गुजरात

ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 20.5 ઇંચ ખાબક્યો

રાજ્યના સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસતા ક્યાંક ખુશીનાં તો ક્યાંક તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ગત 24 કલાકમાં રાજ્યનાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 15.5 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. આ સાથે 83 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ  આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે, આજે 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. રવિવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં થઇ હતી.

Related Articles

Back to top button