गुजरात

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32 માં માર્ગ સુરક્ષા અને સલામતી અંતર્ગત રેલી યોજાઈ

Anil Makwana

બોટાદ

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ 32 માં માર્ગ સુરક્ષા અને સલામતી અંતર્ગત આજરોજ રેલી યોજાઈ હતી. જેમાં બોટાદ એસ.પીની સૂચના અનુસાર આજે સાંજના સુમારે પોલીસ સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો ટાવર રોડ, અવેડાગેટ, હીરાબજાર, થઈને જ્યોતિગ્રામ સર્કલ સુધી આ રેલી યોજી અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. આ રેલીનું નેતૃત્વ એસ.ઓ.જી શાખાના એચ.આર.ગોસ્વામી, જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ એ.જે.પંડ્યા, બોટાદ ટાઉન પોલીસ પી.એસ.આઈ એચ.એન.જોષી, પી.આઈ. ડી.વી.વાલાણી તેમજ મહિલા પોલીસ પીઆઇ આર.એમ.ચૌહાણે નેતૃત્વ કર્યું હતું.

Related Articles

Back to top button