સિહોર 181 મહિલા અભ્યમ ની પ્રસંશનીય કામગીરી. જીસકા કોઈ નહિ ઉસીકા.181 મહિલા અભ્યમ હે યારો,
181 સેવા મહિલાઓ માટે વરદાન રૂપ
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
આ સાથે હકીકત છે જે ભાવનગર જિલ્લાના સિહોર તાબે ના સોનગઢ ગામે રાત્રીના ના સમયે રસ્તા ઉપર એક મહિલા આવી પહોંચી હતી. મહિલા ને તેમના પતિ સાથે અવારનવાર થતા ઝગડા ઓને લઈ ઘરેથી કાઢી મુકેલ .અને મહિલા સોનગઢ પાલીતાણા ચોકડી પર બેઠેલા હતા.ત્યારે રસ્તામાં પસાર થતા કોઈ અજાણ્યા રાહદારી ની નજર પડતા તે મહિલા ને હાલ આશ્રય ની જરૂર હોવા નું જણાવતા તે અજાણી વ્યક્તિ એ મહિલા ની મદદ માટે સિહોર 181મહિલા અભ્યમ ની ટીમ ને મદદ માટે ઘટના સ્થળે રાત્રે સોનગઢ મૂળ સ્થાને પહોંચી હતી.મહિલા ને પૂછપરછ કરતા. જાણવા મળવા મુજબ પતિ પત્ની ના અવારનવાર થતા ઝગડા ને લીધે પતિ એ પત્ની ને ઘરેથી કાઢી મૂકી હતી.મહિલા તેમના પિયરથી આવ્યા હતા.પતિ એ ઘર માં રાખવાની ના પાડતા મહિલા પોતાના પિયર માં પરત જઇ શકે તેમ નહતા. પિયર થી પણ મહિલા માટે દરવાજા બંધ કરી દીધા હોય જેથી મહિલા રસ્તા પર બેઠા હતા..આ મહિલા ને આશયર ની જરૂર હોવા થી મહિલા ની પુરતી માહિતી જાણ્યા બાદ તેમણે સિહોર 181 ના કાઉન્સેલર વૈશાલી બેન સરવૈયા.GRD ના ભાવનાબેન. તેમજ પાયલોટ પ્રકાશ ભાઈ ડાભી. દ્વારા કાઉન્સેલીગ કરી શાંત પાડ્યા હતા.અને આશ્રય માટે ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટર માં આશ્રય માટે સહારો આપી..ત્યારે. એક મહિલા શક્તિ ને..181 મહિલા શક્તિ એ મદદરૂપ બનેલ ત્યારે આશરો સહારો મળતા મહિલા રડી પડી હતી…અને સિહોર181 મહિલા અભ્યમ ટીમે 24×7..સેવા પૂરી પાડતી હોય છે.ત્યારે મહિલા પણ પોતાની રીતે સુરક્ષિત છે..