गुजरात

ગુજરાતના આ શહેરમા વિદ્યાર્થીઓને ઝપેટમાં લઇ રહ્યો છે કોરોના, વધુ ચાર વિદ્યાર્થીઓને થયો કોરોના

સુરતઃ રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી સ્કૂલોમાંથી કોરોનાના કેસ આવવાનો સિલસિલો યથાવત છે. સુરતમાં વધુ ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ભેસ્તાનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. સાથે જ એક શિક્ષકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બુડિયા ગામમાં પણ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જો કે પોઝિટિવ આવનાર વિદ્યાર્થીની શાળામાં તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ સ્કૂલમાં કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. તો આ તરફ અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ થયા છે. જ્યારે દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

તો આ તરફ રાજકોટમાં પણ સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજકોટ શહેરમાં પણ વધુ ચાર વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેથી અમરનગરની શાળા બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.જેના કારણે પ્રશાસન દોડતું થયું છે.તો વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.રાજકોટમાં અત્યાર સુધીમાં 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાં અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીને કોરોના સંક્રમિત થયા છે તથા કોરોના કેસ વધતાં શાળા બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં પણ 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તથા તાન્ઝાનિયાથી આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે

Related Articles

Back to top button