गुजरात

અમદાવાદઃ 31st party યોજાય કે ન યોજાય, Drugs પેડલરો સક્રિય, બે કાશ્મીરીઓ ઝડપાયા

અમદાવાદ: શહેરમાં 31મી ડિસેમ્બરની કેટલીક પાર્ટીઓમાં શરાબ, શબાબ અને કબાબનો માહોલ જામતો હોય છે. કેટલાય નબીરાઓ અને હાઈ પ્રોફાઈલ યુવતીઓ ડ્રગનો નશો કરતી હોય છે. ત્યારે કોરોનાના કારણે 31મી ડિસેમ્બરની પાર્ટીઓ થશે કે નહીં થાય તે બાબત પર હજુ અસમંજસ છે. પણ આવી જ પાર્ટીઓમાં ડ્રગ આપનાર પેડલરો સક્રિય થઈ ગયા છે. કેટરર્સ ના માણસો તરીકે કામ કરવાની આડમાં યુવાધનને પાર્ટીઓમાં ચરસ આપનાર બે કાશ્મીરી યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ માં અનેક ખુલાસા પણ થયા છે.

સરખેજ પોલીસસ્ટેશનના પીઆઇ એસ જી દેસાઈ અને તેમની ટીમને બાતમી મળી કે મકરબા પાસેથી બે લોકો ચરસ નો જથ્થો ક્યાંક ડિલિવરી કરવા જઈ રહ્યા છે. સરખેજ પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી આરોપી ફારૂક અહમદ કોશી અને બિલાલ અહમદ પુશવાલની ધરપકડ કરી છે.

આ બને શખશો મૂળ કાશ્મીરના છે, જેઓ મકરબાની એક સ્કૂલ પાસેથી ચરસનો જથ્થો લઈને નીકળવાના હોવાની બાતમી મળતા પોલીસે તે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દોઢ લાખનું 990 ગ્રામ કાશ્મીરી ચરસ મળી આવ્યું છે. જે બને કાશ્મીર થી જ લાવ્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ પોષ વિસ્તારમાં રહેતા યુવાનો કે યુવતીઓ કે જે નશાના બંધાણી હોય તેને સપલાય કરતા હતા. આરોપીઓ છ માસથી અહીં રહે છે. કોઈને નશાનો કારોબાર ચલાવતા હોવાની ગંધ ન આવે તે માટે તેઓ કેટરિંગનું કામ કરતા હતા.

Related Articles

Back to top button