કચ્છના Viral Videoમાં સ્પષ્ટતા, પાકિસ્તાન ઝિંદાબાદના નહીં ‘રાઘુભાઈ ઝિંદાબાદ’ના લાગ્યા હતા નારા
કચ્છ : બુધવારે સમગ્ર ગુજરાતમાં કચ્છના દુધઇનો એક વીડિયો ઘણો જ ચર્ચામાં હતો જેમાં ગ્રામ પંચાયતના વિજય સરઘસમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સંભળતા હતા. જે બાદ તંત્ર અને ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવી ગયા હતા. જોકે, તપાસ બાદ પોલીસ વડાએ આ વાયરલ વીડિયો અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આ વીડિયોમાં પાકિસ્તાન ઝિંદાબાદ નહિં પરંતુ, ‘રાઘુભાઈ જિંદાબાદ’ ના નારા લગાવવામાં આવ્યા છે. આ વીડિયો ખોટી રીતે રજૂ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કરી સ્પષ્ટતા
આ અંગે પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, વિજય સરઘસ દરમિયાન ઉમેદવારના સમર્થકો દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદ નહીં, પરંતુ રાઘુભાઈ ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વિજેતા સરપંચ રીનાબેન કોઠીવારના પતિ રાઘુભાઈના નામે ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, આ વીડિયોને ખોટી રીતે રજૂ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયોનો ખોટી રીતે રજૂ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
વીડિયો વાયરલ થતા તંત્રની દોડધામ વધી હતી
નોંધનીય છે કે, દુાધઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. 4200 મતદાન ધરાવતા દુાધઈ ગ્રામ પંચાયતના પરિણામ બાદ રીનાબેન રાંધુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેમની જીત બાદ તેમના સમાર્થકો મતદાન માથકની ભીડ વચ્ચે નિકળ્યા હતા અને આ વચ્ચે કોઈએ પાકિસ્તાન ઝિંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.