गुजरात

ગૌમાંસનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

 

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ગૌમાંસનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી પ્રોહી.ડ્રાઇવ ચાલુમાં હોય તે કામગીરી અર્થે મોડી રાત્રીના ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બોલેરો પીકપ ડાલુ વાહન નં.જીજે – ૧૨ – ઝેડ -૭૭૮૭ વાળીમાં બે ઇસમો ગૌવંશનું માસ ભરી ચુંગીનાકાથી ખોડીયારનગર તરફ આવી રહેલ છે . જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ બાતમીવાળા વાહનની વોચમાં હતી તે દરમ્યાન બાતમી વાળુ બોલેરો વાહન આવતા તેને રોકવા પ્રયત્ન કરતા વાહન ઉભુ ન રાખી નાશેલ જે વાહનનો પીછો કરતા બે ઇસમો બોલેરો પીકપ વાહન ખોડીયાર નગર વિસ્તારમાં રોડ પર મુકી નાશી ગયેલ જે બોલેરો વાહનમાંથી માંસ ભરેલ કોથળા નંગ ૮ માંસ આશરે કિ.ગ્રા . ૩૮૦ મળી આવતા જે સીઝ કરી માંસનું એફ.એસ.એલ. અધિકારીશ્રી રાજકોટનાઓ મારફતે પરીક્ષણ કરાવતા પકડાયેલ માંસનો જથ્થો ગૌવંશનો હોવાનું પરીક્ષણ અહેવાલ આપતા આ અંગે બોલેરોનો ચાલક તથા તેની સાથેના ઇસમ વિરુધ્ધ ગાંધીધામ એ ડીવી . પો.સ્ટે . કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે . નાશી જનાર ઇસમો ( ૧ ) બોલેરો વાહનનો ચાલક તથા ( ૨ ) તેની સાથેનો ઇસમ મુદ્દામાલ – ગૌમાંસ ૩૮૦ કિ.ગ્રા . કિ.રૂ .૦૦ / ૦૦ – બોલેરો પીકપ ડાલુ વાહન નંજીજે – ૧૨ – ઝેડ -૭૭૮૭ કિ.રૂ .૩,૦૦,૦૦૦ / આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ એસ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.જે.જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .

Related Articles

Back to top button