गुजरात

corona મૃતકોને વારસદારોને સહાય સરળતાથી મળે તે માટે Online Portal લોન્ચ, જાણો મહત્વની જાણકારી

ગાંધીનગરઃ કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજયસરકાર કટિબધ્ધ છે ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી  અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનુ લોન્ચીગ કરતા મંત્રી વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે. દિન-30માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં (bank account) જમા થશે.

મહેસૂલ મંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ  જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે.

આજે ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.

તેમણે ઉમેર્યુ કે,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. 50000/- ની સહાય  આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.28/11/2021ના ઠરાવ પ્રમાણે Covid -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,  ફોર્મ 4 અથવા  4-A અપલોડ કરવાના રહેશે.

તેમણે કહ્યુ કે,આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-30માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામા આવે છે એ પ્રક્રિયા ચાલુ રહેશે.

Related Articles

Back to top button