गुजरात

અમદાવાદ: એરપોર્ટ સુરક્ષાની સુવિધામાં વધારો, 3 મેટલ ડિટેક્ટર અને 1 X-Ray બેગેજ મશિન ઉમેરાયા

કોરોના બાદ પરિસ્થિતિ સામાન્ય બનતા અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ધસારો વધી રહ્યો છે.સાથે ફ્લાઈટની મુમેન્ટ પણ વધી રહી છે.અમદાવાદ એરપોર્ટ પર મેટલ ડિટેક્ટર સાથેના 11 ગેટ હતા.અને કુલ 6 એક્સરે બેગેજ મશીન રાખવામાં આવ્યા હતા.પરંતુ જેમ જેમ પ્રવાસીઓનો ધસારો વધ જતો તેમ પ્રવાસીઓ બેગેજ ચેક કરવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિટેક્ટર મશીન મુકવામાં આવ્યા છ.અને વધુ એક એક્સરે.મશીન મુકવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પ્રવાસીઓ ચેર્કિંગ માટેની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર વધુ 3 મેટલ ડિટેક્ટર મશીન લગાવવામાં આવ્યા છે. સિક્યોરીટી હોલ્ડ એરિયામાં લગાવવામાં આવ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર કુલ 14 મેટલ ડિટેક્ટર રાખવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ નો ધસારો વધે તો પણ પ્રવાસીઓની સુરક્ષા માટે સરળતા થી ચેકીંગ થઈ શકે.

અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિટેક્ટર મશીન સાથે વધુ એક એક્સરે બેગેજ મશીન લગાવવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ પર કુલ 7 એક્સરે બેગેજ મશીન રાખવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ એક જ જગ્યાએ વધુ સમય લાઈનમાં ઉભા રહેવું નહિ પડે.

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ની સંખ્યા વધી રહી છે સાથે 2022માં 10,11,12 જાન્યુઆરીના વાઇબ્રન્ટ સમીટ યોજવવા જઈ રહી છે.જેના કારણે વાઇબ્રન્ટ સમીટના પાર્ટનર દેશોના પ્રતિનિધિ તેમજ ઉદ્યોગપતિ સહિતના અનેક મહાનુભાવો આવવાના છે.ત્યારે પ્રવાસીઓ અને વીઆઇપી લોકોની સુરક્ષા ખામી ન આવે તેની વિશેષ તૈયારીઓ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી રહી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા અને ચર્કિંગને લઈ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.સમીટની તૈયારીઓ શરૂ થતાં જ મેટલ ડિટેક્ટર ગેટ વધારી દેવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ પાસે શંકાસ્પદ કોઈ વસ્તુઓ હોય તો ડિટેક્ટર થઈ જશે.

Related Articles

Back to top button