गुजरात

અમદાવાદ : પ્રેમમાં પાગલ ડેપ્યુટી કલેક્ટરની શરમજનક કરતૂત, મહિલાને કરી નાખી હેરાન પરેશાન

અમદાવાદ : પ્રેમમાં પાગલ ડેપ્યુટી કલેકટરે એવી કરતૂતો કરી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. મહિલા વાત કરવા માટે તૈયાર ના થતાં આરોપીએ મહિલાના પતિ, દીકરા અને સાસરિયાંને બીભત્સ ફોટા, વીડિયો મોકલી આપ્યા હતા. જો કે સતત હેરાનગતિથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતો મયંક પટેલ મૂળ ખેડા જિલ્લા કપડવંજ તાલુકાના શિહોરા ગામનો વતની છે. કપડવંજ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે વર્ષ 2016માં ફરિયાદીના પરિચયમાં આવ્યો હતો. અનેક વખતે સરકારી મિટિંગમાં બંનેનું મળવાનું થતું ત્યાર બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી અને એકબીજાના ઘરે અવર જવરની શરૂઆત થઇ હતી. આ દરમિયાન આરોપી જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી મોડાસામાં ફરજ પર લાગ્યો હતો. જોકે અચાનક ફરિયાદીએ મયંક પટેલ સાથે બોલવાનું બંધ કરતાં છેલ્લા દોઢ વર્ષથી મયંક પટેલ સોશિયલ મિડિયાના માધ્યમથી ફરિયાદની બિભત્સ ફોટો વીડિયો અને મેસેજ મોકલી પરેશાન કરતો હતો.

Related Articles

Back to top button