गुजरात

ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યાં

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને ભાજપ તરફથી અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તરફથી સુરતમાં 120 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. સુરતમાં મોટા ભાગના દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે અમદાવાદની યાદી પણ જાહેર કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને ભાજપ તરફથી રાજકોટ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તરફતી 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. યાદીમાં સૌથી વધારે 14 લેઉવા પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 6 કડવા પાટીદારને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ત્રણ રઘુવંશી અને જૈન સમાજને 2 વ્યક્તિને ટિકિટ આપી છે. ક્ષત્રિય સમાજને 6 અને આહિર સમાજના ફાળે 8 ટિકિટ ગઈ છે. SC, ST અને OBC સમાજના અનેક નેતાઓને પણ ટિકિટ ફાળવણી કરવામાં આવી છે. 72 લોકોની યાદીમાં 28 વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે 10 કોર્પોરેટરોને રિપિટ કરવામાં આવ્યા છે.

Related Articles

Back to top button
preload imagepreload image