दुनिया

UFOs ફાઈલ ઉઘાડવાનો ટ્રમ્પનો સંકેત ઘણી રસપ્રદ માહિતીઓ તેમાં જાણવા મળશે | Trump hints at revealing UFO file many interesting information will be revealed in it



– UFOs તોળાતાં ભારે સંકટ પૂર્વે ચેતવવા આવે છે ?

– ઘણી વખત અનઆઈડેન્ટીફાઇડ એરિયલ ફીનોમીનન (યુએફઓઝ) તરીકે ઓળખાતા આવી અજ્ઞાાત આકાશ ઘટનાઓ પરનો પર્દો હવે ઉંચકવામાં આવશે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનઆઈડેન્ટીફાઇડ અનોમેલસ ફીનોમિનન અંગે અમેરિકી સરકારનાં પારદર્શી વલણ વિષે આમૂલ પરિવર્તન વિષે વાત કરી હતી. બુધવારે રીપોર્ટસ સાથેની વાતચીતમાં તેઓએ હજી સુધી તદ્દન ગુપ્ત રમાયેલી બાબતો તેઓ જાહેર કરતા ન હતા, તે પણ જાહેર કરવાના છે. તેમ પણ પત્રકારોને કહ્યું હતું. તેમાં ઘણી રહસ્યમય વાતો પણ બહાર આવશે તેમ જાણકારો માને છે.

આ સાથે કેટલાક વિશેષજ્ઞાો તેમ પણ કહે છે કે કોઈ ભારે સંકટ પૂર્વે યુએફઓઝ અનઆઇડેન્ટીફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટસ દેખાતાં હોય છે. તેઓ કદાચ આપણને ચેતવવા આવે છે.

છેલ્લા કેટલાક દાયકાઓની વિશ્વના અગ્રીમ દેશોમાં યુએફઓઝ અંગે લોકોની ક્યુરિયોસીટી વધી રહે છે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જે જે પાયલોટસે આ યુએવી તથા યુએફઓઝ જોયાં હતાં તે બધાનો મેં ઇન્ટરવ્યુ લઇ લીધો છે. આ તો મે મારી ફર્સ્ટ ટર્મ દરમિયાન આમ કર્યું હતું. અને તેઓએ જે ઘટનાઓ જોઈ હતી તે તમો માનશો નહીં. આ માહિતી વિશ્વસનીય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી હતી. ધી હીલ ના રીપોર્ટ પ્રમાણે સાંસદ ટીમ બુરચેટ જેવા ઘણા સાંસદો ટ્રમ્પને સાથ આપે છે. ૨૦૨૪માં પેન્ટાગૉન સાથે સંકળાયેલા રીપોર્ટસ તો તેમ કહે છે કે આ પૈકીની ઘણી ઘટનાઓ ડ્રોન્સ વેધા વલૂન્સ કે સેન્સર્સ રીલેટેડ ઇસ્યુઝ સાથે સંકળાયેલી હોય. બીજી તરફ વિશ્લેષકો તે પ્રત્યે આંખ આડા કાન કરવાની વિરૂદ્ધ છે.



Source link

Related Articles

Back to top button