दुनिया

‘અમારી પાસે એવા શસ્ત્રો છે કે, તે જાણીને તમોને હાર્ટ-એટેક આવી જશે : ઇરાનની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી | ‘We have weapons that will give you a heart attack’: Iran’s open warning to Trump



– અમેરિકા પર ચાંચિયાઓનો આરોપ મૂકતા ઇરાની નૌ-સેનાના કમાન્ડર રીયર એડમિરલ શહરમ ઇરાનીએ અમેરિકાને ખુલ્લી ધમકી આપી દીધી છે

નવી દિલ્હી : ઇરાન-અમેરિકા યુધ્ધ હવે એવા વળાંક પર આવી ઊભુ છે કે યુધ્ધની આહટ વધુ ને વધુ ડરાવની બનતી જાય છે. ઇરાની નૌસેનાના કમાન્ડર રીઅર એડમિનરલ શહરમ ઇરાનીએ કહ્યું હતું કે જેનું નામ સાંભળી દુશ્મન સેનાઓને હાર્ટ એટેક આવી જાય તેમ છે.

રીઅર એડમિરલ ઇરાનીએ આ સાથે અમેરિકા ઉપર સમુદ્રીય ચાંચીયાગીરીનો પણ આક્ષેપ મુકયો હતો.

આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે ઇરાનના તે પ્રસ્તાવને મૂળમાંથી જ અસ્વીકાર્ય ગણ્યો હતો. કે જેમાં હોર્મુઝની આર્થિક ઘેરાબંધી ઉઠાવવાનો પ્રસ્તાવ હતો અને તેના બદલામાં ઇરાન પર લાદેલા પ્રતિબંધો દૂર કરવા સૂચન કરાયું હતું.

રીઅર એડમિરલ ઇરાનીએ સરકારી મીડીયાના કાર્યક્રમ પ્રેસ ટીવીમાં આ પ્રમાણે જણાવ્યું હતું.

ઇરાનીએ ટ્રમ્પ-તંત્રની તે રણનીતિ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, અમેરિકા તેલ વ્યાપાર રોકી ઇરાનને મંત્રણાના મેજ ઉપર લાવવાની કોશિશ કરાઇ રહી છે.

દુશ્મનોને ગેરસમજ પણ હતી, અકારણ આક્રમકતા ઇરાનને ટૂંક સમયમાં નમાવી દેશું. આ પછી તે નૌકા અધિકારીએ હસતાં હસતાં કહ્યું કે, તેમનું એ મંત્રણા હવે મિલિટરી એકેડેમીઓમાં એક મજાક તરીકે કહેવાય છે.

અમેરિકા સામેની જવાબી કાર્યવાહી દરમિયાન ઇરાને દુનિયાનો એક મહત્વનો જલમાર્ગ ઇરાને દુશ્મન દળોના જહાજો માટે બંધ કરી દીધો છે. તેવે સમયે શાંતિવાર્તાની વાત આવી છે. દુનિયાનું ૨૦ ટકા ક્રૂડ આ માર્ગેથી જ જાય છે.



Source link

Related Articles

Back to top button