
બોટાદ
રીપોર્ટર – રાઠોડ પ્રકાશ
બોટાદ જિલ્લાના ગઢડા,બરવાળાઅને રાણપુર તાલુકાના અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના ૧૪ પરિવારોની આશરે ૨૦૪વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે માથાભારે માણસો નો કબજો હોય જેના હિસાબે ઘણા વર્ષોથી જમીન સાથણી માં મળવા છતાં તેમાં તેઓ વાવેતર કરી શકતા નથી માટે કલેક્ટરશ્રી ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ કિર્તીભાઈ ચાવડા અશ્વિનભાઈ પરમાર, ડુંગરભાઇ સોલંકી , બાબુભાઈ પરમાર, રામજીભાઈ તુરખા,મનુભાઈ માલણપર , નાથાલાલ મકવાણા,બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરીને તાત્કાલિક પ્રત્યક્ષ કબજો મળે નહિતર આગામી સમયમાં જન આંદોલન કરવામાં આવશે આ ઉપરાંત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા ને પોલીસ રક્ષણ મળી રહે તેની પણ રજૂઆત કરવામાં આવી અને આ બંને બાબતે કલેકટર સાહેબઅને પોલીસ પોલીસ અધિક્ષક બોટાદ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી