गुजरात

Surat : જાણીતા બિલ્ડરની ઓફિસમાં 30 મિનિટમાં 90 લાખની ચોરી, 15 કર્મચારી હાજર છતાં કઈ રીતે ચોરાયા લાખો?

સુરતઃ શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોર્મસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી માત્ર 30 મીનિટમાં જ રૂપિયા 90 લાખ રોકડની ચોરી થઈ હતી. બિલ્ડરની ઓફિસના મેનેજર મહેન્દ્ર રાઠીએ ખટોદરા પોલીસમાં આ બાબતે ફરિયાદ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, તસ્કરો મોઢા પર માસ્ક પહેરી ચોરી કરવા માટે આવ્યા હતા.

પોલીસે ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દૌર શરૂ કર્યો છે. ટૂંકમાં કોઈ જાણભેદુએ ચોરીને અંજામ આપવા કોઈને ટીપ આપી ચોરી કરાવી હોય એવી પોલીસને આશંકા લાગી રહી છે. સૌથી નવાઇની એ છે કે, રવિવારે રાત્રિના 8.15 વાગ્યે ચોરી થઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી અને લગભગ 10 થી 15 કર્મીઓ કામ કરતા હતા છતાં બન્ને ચોરોએ પાછલા દરવાજાથી પ્રવેશી 30 મીનિટમાં જ ચોરી કરી નીકળી ગયા હતા અને ચોરી અંગે કોઈને ગંધ પણ આવવા દીધી ન હતી. બન્ને ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી ઘુસીને અંદર આવી ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લીધી હતી પછી સેઇફ લોકરમાંથી 90 લાખની રોકડ ચોરી કરી ગયા હતા.

બિલ્ડર ગોપાલ ડોકાણીના સ્ટાફે સોમવારે સવારે આવી સેઇફ લોકર ખોલ્યું તો અંદરથી રૂપિયા 90 લાખની રોકરકમ ગાયબ હતી. આથી ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારે રાત્રિના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની ખબર પડી હતી.

Related Articles

Back to top button