गुजरात

અમદાવાદ: ‘ઓફિસ જવામાં મોડું થાય છે, દંડના પૈસા નથી,’ માસ્કના દંડ મામલે યુવક-યુવતીએ પોલીસકર્મીને માર્યો ધક્કો

અમદાવાદ: શહેરમાં માસ્ક ના દંડ બાબતે દરરોજ પોલીસ સાથેના ઘર્ષણના બનાવ બની રહ્યા છે. લોકો માસ્ક ન પહેર્યાં બાદ પોલીસના હાથ ઝડપાય છે ત્યારે દંડ ભરવા તૈયાર થતા નથી. હવે વધુ એક કિસ્સો શહેરના સાબરમતી ના ત્રાગડમાં બન્યો છે. જેમાં એક યુવક-યુવતીને પોલીસે રોકતા તેઓએ ઓફિસે જવાનું મોડું થાય છે, પછી દંડ ભરશે તેવી દલીલ કરી હતી. પોલીસે દંડ ભરવાનું કહેતા યુવક-યુવતી આવેશમાં આવી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ દરમિયાન પોલીસકર્મીના ખિસ્સામાંથી અઢી હજાર રૂપિયા પણ પડી ગયા હતા. બંનેએ હાજર પોલીસકર્મીઓને હાઇકોર્ટમાં ઢસડી જવાનું કહેતા પોલીસે બંને સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજીવકુમાર તેમની ટીમ, હોમગાર્ડ જવાન અને પીસીઆર વાન સાથે હાજર હતા અને તેમની ટીમની સાથે ત્રાગડ મુક્તિધામ પાસે માસ્ક ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કરતા હતા. આ દરમિયાન બાઇક પર ગોદરેજ ગાર્ડન સોસાયટી તરફથી એક બાઇક આવ્યું હતું. ચાલકે માસ્ક ન પહેરેલું હોવાથી પોલીસે તેઓને રોક્યા હતા.

Related Articles

Back to top button