राष्ट्रीय

પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના | three year old girl dies tragically run over by father vehicle in haridwar



Haridwar Accident: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનું તેના જ પિતાના વાહન નીચે આવી જવાથી મોત નીપજ્યું છે. પિતા જ્યારે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પિતાને મળવા દોડેલી દીકરી કાળનો કોળિયો બની ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ઝબરેડાના રહેવાસી રવિ કુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે. સોમવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા. રવિ કુમાર જ્યારે ઘરના આંગણામાં પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા, ત્યારે ગાડીનો અવાજ સાંભળીને તેમની 3 વર્ષની નાની દીકરી નીલમ ઉત્સાહમાં આવીને પિતાને મળવા માટે દોડી હતી.

રિવર્સ લેતી વખતે સર્જાયો અકસ્માત

બાળકી દોડીને ગાડીની પાછળના ભાગે ઉભી રહી ગઈ હતી, જેનો અંદાજ રવિ કુમારને રહ્યો ન હતો. અંધારું હોવાને કારણે અને રિવર્સ લેતી વખતે દીકરી પાછળ હોવાની જાણ ન હોવાથી, માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી ગઈ હતી. બાળકીની ચીસ સાંભળીને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

આ પણ વાંચો: RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

પરિવારમાં માતમનો માહોલ

બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોતાની જ ભૂલને કારણે વ્હાલસોયી દીકરી ગુમાવનાર પિતા અને અન્ય સભ્યોની ખરાબ હાલત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. અત્યંત ગમગીન માહોલમાં બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિ કુમારને બે દીકરીઓ છે, જેમાં નીલમ નાની હતી.


પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના 2 - image



Source link

Related Articles

Back to top button