गुजरात

ગાંધીધામ એ ડીવી.પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી રૂ . ૧૩,૧૨,૯૫૦ / – નો મુદામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ ,

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી . / જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી અને આજ રોજ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ખાનગી હકીકત આધારે લિસ્ટેડ બુટલેગર શિવરાજસિહ મદનસિહ શેખાવત રહે – બાગેશ્વરી પામ ગળપાદર ગાંધીધામ વાળાએ તેના રહેણાંક કબજા ભોગવટાની હવેલીની સામેના ભાગે આવેલ મેદાનમાં આઇવા ડમ્પરની અંદર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ રાખેલ છે . જે હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતે નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવેલ છે .

 

આરોપીનાં નામ

 

( ૧ ) શિવરાજસિંહ મદનસિંહ શેખાવત રહે – બાગેશ્વરી પામ મકાન નંબર -૧૧૬ ગળપાદર તા – ગાંધીધામ

 

( ૨ ) ટાટા કંપનીના આઇવા ડમ્પર નંબર- જીજે – ૧૨ – ઝેડ -૪૦૯૮ નો ચાલક મુદ્દામાલ : વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ -૪૭૫ કિ.રૂ .૧,૬૬,૨૫૦ / – વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ -૧૪૬૭ કિ.રૂ .૧,૪૬,૭૦૦ / – ટાટા કંપનીના આઇવા ડમ્પર નંબર- જીજે – ૧૨ – ઝેડ -૪૦૯૮ કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / કુલ કિ.રૂ .૧૩,૧૨,૯૫૦

 

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે એનસોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .

Related Articles

Back to top button