વેનેઝુએલાના નિકોલસ માડુરો અને તેની પત્ની સીલિયા ફલોરેસને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટંમાં લવાયા | Nicolas Maduro and his wife Celia Flores were brought to a federal court in New York

![]()
કારકાસ,5 જાન્યુઆરી,2026,સોમવાર
વેનેઝુએલાના પૂર્વ નેતા નિકોલસ માડુરો અને તેની પત્ની સીલિયા ફલોરેસને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટંમાં લાવવામાં આવ્યા હતા.૬૩ વર્ષિય માડુરો પર નશીલી દવાઓ, દાણચોરી અને આતંકવાદ ફેલાવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ૩ જાન્યુઆરી ના રોજ અમેરિકાએ એલીટ ફોર્સેજ હેલીકોપ્ટર અને ફાઇટર વિમાનોની મદદથી વેનેઝુએલાની રાજધાની કારકાસમાં એક મિલિટરી ઓપરેશન ચલાવીને રાષ્ટ્રપતિ માડૂરો અને તેમની પત્નીને ગીરફતાર કર્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર ઓપરેશન કોઇ સ્પોર્ટસ મેચની જેમ લાઇવ જોયું હોવાનો દાવો કર્યો હતો. કોઇ પણ દેશના વર્તમાન રાષ્ટ્રપતિને આવી રીતે ઉપાડી જવાની પ્રથમ ઘટના હોવાથી વિશ્વમાં સનસની મચી ગઇ હતી.ચીન અને રશિયાએ અમેરિકાના મિલિટરી ઓપરેશન સામે વાંધો ઉઠાવ્યો હતો.અમેરિકાએ વેનેઝુએલાના કમાન હવે તેની પાસે હોવાનો દાવો કર્યો છે. અમેરિકા પાસે યોગ્ય સરકાર રચવા માટે ચું ટણી કરવાનો વિકલ્પ પણ છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આના માટે હજુ સમય લાગશે. માડૂરોની ગેરહાજરીમાં વેનેઝુએલાની સેનાએ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ડેલ્સી રોડ્રિગ્ઝને માન્યતા આપી છે જેમણે લોકોને શાંતિની અપિલ કરી છે.
એક અહેવાલ મુજબ અમેરિકાના સૈન્ય ઓપરેશન દરમિયાન કારકાસમાં ભારે ખૂન ખરાબો થયો હતો. વેનેઝુએલાના સંરક્ષણમંત્રી વ્લાદિમીર પાડ્રિનો લોપેઝ અનુસાર અમેરિકી હુમલામાં માડુરોની સુરક્ષા ટીમના મોટા ભાગના સદસ્યો, સૈન્યકર્મી અને કેટલાક નાગરિકો માર્યા ગયા છે. ૪ જાન્યુઆરીના રોજ કારકસ શહેરમાં માડૂરોના સમર્થનમાં ધ્વજ અને હથિયારો લઇને કેટલાક લોકોએ રેલી કાઢીને અમેરિકાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. અમેરિકાના વિદેળમંત્રીએ માર્કો રુબિયોએ સંકેત આપ્યો છે કે અમેરિકા વેનેઝુએલાના ખનીજતેલ સંસાધનો પર નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપી રહયું છે તાત્કાલિક સત્તા હસ્તાંતરણ ઇચ્છતું નથી.



