गुजरात
વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body found near the banks of Vishwamitri river

![]()
વડોદરા,નરહરિ હોસ્પિટલ પાસે આજે બપોરે એક યુવકની ડિકમ્પોઝ હાલતમાં બોડી મળી આવી હતી. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે બપોરે વિશ્વામિત્રી નદીના કિનારે ઝાડીઓમાં એક યુવકની લાશ હોવાનો મેસેજ મળતા સયાજીગંજ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકનું નામ સમસુલખાન સફીલખાન પઠાણ, ઉં.વ.૩૫ (રહે.કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે) હોવાનું જાણવા મળ્યું હતું. સાત દિવસ પહેલા તે ગૂમ થયો હતો. તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે. મૃતકના કપડા પરથી તેની પત્નીએ તેને ઓળખી કાઢ્યો હતો.



