गुजरात

અમદાવાદમાં શાકભાજીનો વેપારી બન્યો ખંડણીખોર, AMCના નામે હપ્તો વસૂલવા કર્યું અપહરણ

અમદાવાદ : શહેરમાં ધમકીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે શાકભાજીના વેપારીએ અન્ય છૂટક શાકભાજીના વેપારીને એએમસીનાનામે રૂપિયાની ઉઘરાણી કરી હતી. રુપિયા ન આપ્યા તો અપહરણ કરીને માર મારવાની ધમકી આપી હતી. વેપારીએ ધમકી આપતા જણાવ્યું હતુ કે, તારે ધંધો કરવો હોય તો રૂપિયા 5 હજાર આપવા પડશે. શાકભાજીના વેપારીએ રૂપિયા ના આપતા આરોપીએ તેનું અપહરણ (kidnapping) કરી કેનાલ પાસે લઈ ગયો અને માર માવાની ધમકી આપી. પોલીસ ને જાણ કરતા આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનના અને વટવામાં રહેતા ભકારામ પ્રજાપતિએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે. તેમણે જણાવ્યુ છે કે, તેઓ સી.ટી.એમ એક્સપ્રેસ હાઇવે સામે ગ્રીન માર્કેટમાં શાકભાજીની દુકાન ધરાવે છે. અગાઉ શાકભાજીનો ધંધો કરતો મહેશ જોષી તેમની પાસે છેલ્લા સાતેક દિવસથી તારે ધંધો કરવો હોય તો એ.એમ.સી.ના હપ્તા પેટે રૂપિયા 5 હજાર આપવાનું ફરિયાદીને જણાવ્યું હતું. જોકે, ફરિયાદી કોઈ ખોટો ધંધો કરતો ના હોવાથી તેણે મહેશને પૈસા આપ્યા ના હતાં.

Related Articles

Back to top button