અયોધ્યાના આંગણે સાધુ સંતો અને ભક્તોમાં દિવાળી જેવો માહોલ પંચ દશનામ જુનાઆખાડા સંઘ રક્ષક અને અખિલ ભારતીય અખાડાના મહામંત્રી હરિગીરી બાપુએ સાધુ સંતોને સાથે રાખી રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગને વધાવ્યો..
Anil Makwana
જૂનાગઢ
રીપોટર – વનરાજ ચૌહાણ , અશોક બારોટ
સમગ્ર ભારત આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. હજારો સંતો ભક્તો આ પર્વની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે સોનાનો સુરજ ઉગ્યો છે જૂનાગઢ ભવનાથ ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠધીસ્વર જયશ્રીકાનંદ માતાજી એ આ પર્વને આ ઉજવણીને લઈ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષો થી રામલલ્લા ની જન્મભૂમિ અયોધ્યામાં ચાલતા કેસનો અંત આવતા ભારત ને એક અલગ જ ઓળખ ઉભી થશે.વર્ષોથી સાધુ સંતો રામ જન્મભૂમિ માટે બલિદાન દેતા આવ્યા છે ત્યારે આ પાવન પ્રસંગે ભવનાથ ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠાધીસ્વર જયશ્રીકાનંદ માતાજી ના ગુરુ અને સાધુ સંતોના પ્રિય હરહંમેશ સાધુની ચિંતા કરનારા પંચદશનામ જુના અખાડા અખિલ ભારતીય અખાડાના મહામંત્રી હરી ગિરીમહારાજી મહારાજે અયોધ્યાથી વધુ મા જણાવ્યું હતું કે વર્ષોથી રામ મંદિર માટે હજારો સાધુએ બલિદાન આપ્યા છે ત્યારે આજે એમના બલિદાનને યાદ કરી ભારત વર્ષને આજે અયોધ્યામાં દિવાળી જેવો ઉત્સવ હોય એવું લાગી રહ્યું છે અને ભૂતકાળના થયેલા કેસોને પણ આજે સાધુ સમાજ પાછા ખેંચશે અને ભારત રાષ્ટ્ર ને ભાઈ ચારાની ભાવનાને ઉજાગર કરવા આજના પ્રસંગ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે..ભવનાથ ગિરનાર ક્ષેત્ર પ્રથમ મહિલા પીઠધીસ્વર જયશ્રીકાનંદ માતાજી એ પણ આજના પાવન પ્રસંગે સાધુ સમાજને સાથે રાખી ગુરુ હરિગીરીજી મહારાજના આશીર્વાદ થી સાધુ સમાજ અને ભારત ભૂમિ અયોધ્યા રામમંદિર ના ભૂમિ પૂજનથી સૌનું કલ્યાણ થાવો એવા આશીર્વાદ આપ્યા હતા..