गुजरात

Narendra Modi stadium અંગે ગેરસમજ ફેલાવનાર કૉંગ્રેસને અભ્યાસની જરૂર: નીતિન પટેલ

અમદાવાદના મોટેરાના મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેનું નવું નામ આપવામાં આવ્યું છે. ભારત અને ઇન્ગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ પૂર્વે યોજવામાં આવેલા એક સમારોહમાં આ નવા નામની જાહેરાત કરવામાં આવી હતી. નવા સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. આ સ્ટેડિયમનું નામ બદલાતા કૉંગ્રેસે વિરોધ ચાલુ કર્યો હતો. ગુજરાત કૉંગ્રેસનો આક્ષેપ છે કે, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાથી સરદાર પટેલના નામને પાછળ ધકેલવામાં આવ્યું છે. ગુજરાતની જનતા માફ નહીં કરે. જેની સામે રાજ્યનાં સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કૉંગ્રેસને આડે હાથે લઇને કહ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે. સમગ્ર સ્પોર્ટ્સ એન્ક્લેવનું નામ સરદાર પટેલના નામથી જ ઓળખાશે.

ગુજરાત કૉંગ્રેસનો વિરોધ

આ અંગે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ, અમિત ચાવડાએ કહ્યું કે, અહંકારી શાસષકો ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કૉંગ્રેસે સ્ટેડિયમને સરદારનું નામ આપ્યું હતું. સરદાર પટેલનું નામ બદલી નરેન્દ્ર મોદી કરનારાઓને ગુજરાત માફ નહી કરે. રાજકીય મહત્વકાંક્ષા પૂરી કરવા વિશ્વ વિભૂતિનું નામ મિટાવી દીધું. એરપોર્ટ બાદ હવે સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. અહંકારી શાસકોએ જવાબ આપવો પડશે. કોંગ્રેસ આનો વિરોધ કરે છે. અમિત ચાવડાનું ટ્વિટ કરીને લખ્યું કે, આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન છે. ભાજપનો સત્તાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના સમયમાં સ્ટેડિયમનુ નામ સરદાર સાહેબ સાથે જોડાયું હતું. આ હરકતને ગુજરાત સહન નહીં કરે.

કૉંગ્રેસ પર સીએમનો પલટવાર

કૉંગ્રેસ પર પલટવાર કરતા સીએમ વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, આખા એન્ક્લેવનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ પર જ છે પરંતુ માત્ર સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવ્યું છે. કૉંગ્રેસે સરદાર પટેલને હાંસિયામાં ધકેલ્યા હતા. કૉંગ્રેસને સરદાર પટેલ પર બોલવાનો અધિકાર નથી. કૉંગ્રેસ કાયમ મોદીના નામથી ભડકે છે. સપનામાં પણ મોદીનુ નામ આવે તો ઝપકીને જાગી જાય છે. એટલે તો તેમને વિરોધ કરવાની આદત છે.

Related Articles

Back to top button