गुजरात

અમદાવાદ દરિયાપુર વોર્ડમાં ભાજપ નો પરાજય કોંગ્રેસે આંચકી લેતાં ભાજપના મહિલા કાર્યકર ચોંધાર આંસુએ રડી પડ્યાં

મહેનત બાદપણ પરિણામ ના મળતા મહિલા કાર્યકર થયા ભાવુક 

અમદાવાદ

રિપોર્ટર – પારસ રાઠોડ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે 6 મહાનગરપાલિકાની 21મી તારીખે ચૂંટણી યોજાઈ હતી અને મતદાન થયું હતુ. આ અંગે હાલ મતગણતરી ચાલી રહી છે. ત્યારે કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એક બેઠક પર ભાજપની હાર થતાં મહિલા કાર્યકર રડી પડ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરિયાપુરમાં કોંગ્રેસની જીત થઈ છે. અમદાવાદ દરિયાપુર વોર્ડમાં ભાજપનો પરાજય થયો હતો. પરાજય થતા મહિલા કાર્યકર રડી પડ્યા હતા. મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલા કાર્યકર ભાવુક થઈ ગયા હતા. 25 વર્ષની મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલાની આંખો ભીંજાઈ ગઈ હતી.

Related Articles

Back to top button