દહેગામમાં મેડિકલ સ્ટોરના દુકાનદારો ગ્રાહક દર્દીને પાકા બીલ અપાતા નથી.?? દર્દી ગ્રાહકો સાથે ગ્રાહક સુરક્ષા કાયદાનો ઉલ્લંઘન થઇ રહ્યો છે.
Anil Makwana

દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ.
દહેગામ શહેરમાં આવેલ કેટલાક મેડીકલ સ્ટોરના વેપારીઓ. દુકાનદારો દર્દી. ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા વિભાગની નિષ્ક્રિયતાના કારણે અને વેપારીઓ ગ્રાહક સુરક્ષા કાયદાની ઐસીતૈસી મન માની દહેગામ શહેરમાં પાકું બિલ આપવા મુદ્દે મેડીકલ સ્ટોરવાળા. વેપારીઓ ગ્રાહકો સાથે સરેઆમ મનમાની થી વેપાર કરી રહ્યા છે. તો જાગો ગ્રાહક જાગો. મેડીકલ સ્ટોર વાળા દવાના પાકા બીલ આપતા નથી. આ મામલે દહેગામ કોઠારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ માર્ગેસ મેડિકલ સ્ટોર વાળા પાસે દર્દીના સગાઓ. ગ્રાહકો દવાના પાકા બીલની માંગણી કરવા છતાં મેડીકલ સ્ટોરના વેપારી. માલિકો પાકુ બીલ નહીં આપેલ. આ સમયે માર્ગેસ મેડિકલ સ્ટોરવાળા પાસે. દહેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન પણ માર્ગેસ મેડિકલ સ્ટોર વાળાના ત્યાં દવા લેવા આવેલ તમને પણ તેમને પણ પાકુ બીલ આપેલ નહીં. જેમને પાકા બીલની માંગણી કરેલ હતી. ત્યારે માર્ગેસ મેડિકલ સ્ટોર વાળાએ કહેલ કે જે ગ્રાહક પાકુ બિલ માગે તો દવાનું બિલ આપવાનું તેવું મેડીકલ સ્ટોરના માલિકે જણાવ્યું હતું. કે જે ગ્રાહકો માગણી કરે તેવા ગ્રાહકોને પાકુ બીલ આપવાનું તેવું માર્ગેસ મેડિકલ સ્ટોરવાળાએ જણાવેલ હતું. દહેગામમાં કેટલાક મેડિકલ સ્ટોરવાળા તેમજ કેટલાક દુકાનદારો ગ્રાહકોને કાયદેસર પાકા બીલ આપતા નથી. મેડિકલ સ્ટોર વાળા ગ્રાહકોને દવાના પાકા બીલ ન આપતા ગ્રાહકોમાં પાકા બીલ અંગે ચર્ચાનો વિષય ઉભો થવા પામ્યો હતો. આ અંગે દહેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીનને પણ પાકુ બીલ ન આપતા માર્ગેસ મેડિકલ સ્ટોરવાળા સામે વિરોધ દર્શાવ્યો હતો. ગ્રાહકોએ મેડિકલ સ્ટોર વાળા સામે વિરોધ કરેલ કે મેડિકલ સ્ટોરવાળા ગ્રાહક સુરક્ષા કાયદાનો સરેઆમ ઉલંઘન કરી રહ્યા હોય તેવા સવાલ ગ્રાહકોના મુખે ચર્ચાય રહ્યા હતા. આ મામલે દહેગામ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ મેડિકલ સ્ટોરવાળા સામે કાયદેસર કાર્યવાહી કરે તેવી ગ્રાહકોએ ઉગ્ર રજૂઆત કરેલ હતી.