गुजरात
દહેગામ નગરપાલિકા ના કોન્ટ્રાકટર ની ચાલતી સાઈટ પર સોશિયલ ડિસ્ટન તેમજ માસ્ક વગર કલેક્ટરશ્રી ના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા
Anil Makwana
દહેગામ
દહેગામ નગરપાલિકા નુ કામ કરતી સાઈટ ફાઇર સ્ટેશન આગળ નવીન રોડ તેમજ ગટર નું કામ ચાલી રહ્યું છે જે ચાલતી સાઈટ પર કામ કરતા મજૂરો તેમજ કોન્ટ્રાકટર માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન વગર જોવા મળ્યા શુ નગરપાલિકા ના કર્મચારીની જવાબદારી આવે કે પછી પોલીસ ની જે સોસીયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વગર જાહેરનામા નો ભંગ બદલ દંડ કયા અધિકારી દ્વારા વસુલવામા આવશે. જયારે જોવામાં આવે તો નગરપાલિકા તેમજ પોલીસ જાહેર સ્થળો તેમજ દહેગામમા આવેલી દુકાનો વારા ને માસ્ક વગર દંડ વસુલવામાં આવે છે સામાન્ય નાગરિક પાસે દંડ વસુલવામાં આવે છે તો આવા કોન્ટ્રાકટર જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ કરે છે તો ક્યાં જવાબદાર અધિકારી દ્વારા જાહેરનામા નો ભંગ બદલ દંડ તેમજ કોન્ટ્રાકટર પર કયા પ્રકાર ની કાર્યવાહી થશે