दुनिया

ન્યૂયોર્કના મેયર મામદાનીએ સબવેમાં કુરાન પર હાથ રાખીને શપથ લીધા | New York Mayor Mamdani takes oath on the subway with his hand on the Quran



– સત્તાવાર શપથ સમારંભ સિટી હોલમાં યોજાયો હતો

– મામદાનીએ 9/11 વખતે અલ કાયદાના આતંકીનો કેસ લડનારા વકીલ રમજી કાસેમને ટોચના કાયદાકીય પદે નીમ્યા 

વોશિંગ્ટન : ન્યૂયોર્કના ભારતીય મૂળના મેયર ઝોહરાન મામદાનીએ મેનહટનના બંધ પડેલા ઐતિહાસિક સબવે સ્ટેશનમાં કુરાન પર હાથ લઈને શપથ લીધા હતા. ડેમોક્રેટ મામદાનીએ અમેરિકાના સૌથી મોટા શહેરના સૌપ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. મામદાનીએ જણાવ્યું હતું કે એક જબરદસ્ત સન્માન અને મળેલો વિશેષાધિકાર છે. તે મારા જીવન પર અમીટ છાપ છોડી જશે. 

તેના પછી તેઓ સિટી હોલનમાં બપોરે એક વાગે જાહેર સમારંભમાં ગ્રાન્ડ સ્ટાઇલમાં શપથ લેશે. અમેરિકન સેનેટર બર્ની સેન્ડર્સની હાજરીમાં તે શપથ લેશે. તેઓ મેયરના રાજકીય હીરોમાં એક છે. આ શપથવિધિની સાથે મામદાની પર અમેરિકન રાજકારણની સૌથી મહત્ત્વની જોબ હશે. તેઓ આ સાથે એવા રાજકારણી હશે જેના પર અમેરિકામાં સૌથી વધુ નજર હશે. મામદાની શહેરના સૌપ્રથમ મુસ્લિમ મેયર છે. તેની સાથે તે સૌપ્રથમ સાઉથ એશિયન મેયર પણ છે અને સૌપ્રથમ આફ્રિકન બોર્ન મેયર પણ છે. ફક્ત ૩૪ વર્ષની વયે મેયર બનીને દેશના સૌથી યુવાન મેયર બન્યા છે. તેમના કેમ્પેઇનનો મુખ્ય શબ્દ હતો એફોર્ડેબિલિટી. વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં જીવનધોરણ ખર્ચ નીચે લાવવાની મામદાનીની વાત સૌને સ્પર્શી ગઈ હતી. મામદાનોની ઉછેર ૯-૧૧ પછી મુસ્લિમોને ખાસ આવકારવામાં આવતા ન હતા તેવા ન્યૂયોર્ક શહેરમાં થયો છે. તે ૨૦૧૮માં અમેરિકન નાગરિક બન્યા હતા.  તેમણે ડેમોક્રેટિક ઉમેદવારો માટે રાજકીય પ્રચાર અભિયાનો હાથ ધર્યા હતા. વર્તમાન પ્રમુખ ટ્રમ્પે તેમને લઈને વ્યક્ત કરેલી નારાજગી જગજાહેર છે.ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર મામદાનીએ વિવાદાસ્પદ વકીલ રમજી કાસેમને શહેરના ટોચના કાયદાકીય અધિકારી તરીકે નીમી રહ્યા છે. કાસેમ અ જ વકીલ છે જેણે કોર્ટમાં અલકાયદાના આતંકી અલ-દરબીનો બચાવ કર્યો હતો. હવે તેમની ન્યૂયોર્કના ચીફ કાઉન્સિલ તરીકે નિમણૂક થઈ રહી છે. જો કે રમજી કાસેમ બાઇડેન સરકારમાં પણ ઇમિગ્રેશન મામલામાં વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે.



Source link

Related Articles

Back to top button