गुजरात

શું તમારી સોસાયટી કે ઘરમાં CCTV કેમેરા છે? તો આ નવા નિયમનો અમલ નહીં કરો તો થશે FIR

અમદાવાદ: શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે દુકાનદારો કે સોસાયટી કે ફ્લેટના રહેવાસીઓ માટે અગત્યનું છે. આ જાહેરનામામાં આદેશ કરાયો છે કે, હવે દરેક સ્થળે CCTVમાં એક સરખો સમય (CCTV Time) રાખવો. કેટલાક બનાવોમાં જુદો જુદો સમય આવતા આ નિર્ણય લેવાયો છે અને સમયના ફેરફારના કારણે કોર્ટમાં મુશ્કેલી થાય છે. જેથી હવે શહેરના લાખો સીસીટીવીમાં હવે એકસરખી તારીખ અને સમય હોય તે ફરજીયાત બની ગયું છે.પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે તે મુજબ હવે, શહેરના કોઈપણ ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમય સરખાં નહીં હોય તો પોલીસ એફઆઈઆર નોંધવામાં આવશે.

અમદાવાદ શહેરમાં બનતા ગુનાઓની તપાસમાં સીસીટીવી કેમેરાની ભૂમિકા અગત્યની રહેતી હોય છે. પરંતુ આ તપાસોના અનુભવમાં પોલીસને એવું જાણવા મળ્યું કે, જુદા જુદા સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરાની તારીખો અને સમય અલગ અલગ રહેતા હોય છે. જેના કારણે તપાસમાં અગવડતાઓ ઉભી થતી હોય છે. જેના કારણે પોલીસને તપાસમાં સમય વેડફાતો હોય છે.

Related Articles

Back to top button