गुजरात

અમદાવાદ : લૂંટની વિચિત્ર ઘટના! ગઠિયો લૂંટવા ગયો સોનાનું બ્રેસલેટ પણ હાથમાં આવી ગયા 2.22 લાખના દાગીના

અમદાવાદ: શહેરના શારદામંદિર રોડ પર વિચિત્ર લૂંટની ઘટના બની છે. એક મહિલા લોકરમાંથી દાગીના કાઢી ઘરે જવા નીકળી હતી. જે દાગીના હતા તેમાંથી એક બ્રેસલેટ તેમણે હાથમાં પહેરી લીધું હતું. બાકીના દાગીના બેગમાં મૂકી આ બેગ વાહનની આગળના ભાગે પગ મુકવાની જગ્યાએ મૂકી દીધું હતું. એક સોસાયટી પાસે પહોંચતા જ એક શખ્સ આવ્યો અને તેણે આ મહિલાના હાથમાંથી બ્રેસલેટ ખેંચ્યું ને મહિલા રોડ પર પટકાયા. આ પરિસ્થિતિ નો મોકો લઈ શખસ આખી બેગ જ લૂંટી (Loot) ગયો હતો. આ બેગમાં 2.22 લાખના દાગીના હોવાથી મહિલાએ પોલીસને જાણ કરી હતી. પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શારદામંદિર રોડ પર આવેલા કૈલાશ માનસરોવર ફ્લેટમાં રહેતા માનસીબહેન શાહ ધરણીધર ખાતે આવેલા એક ઇન્સ્ટિટ્યૂટ માં લેક્ચરર તરીકે નોકરી કરે છે. શારદા મંદિર રોડ પર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં તેમનું પતિ સાથે જોઈન્ટ લોકર તેઓ ધરાવે છે. ગુરુવારે તેઓ તેમનું વાહન લઈને બેંકમાં લોકર રૂમમાં ગયા હતા. જ્યાંથી તેઓએ આશરે 11 તોલાના બે સેટ, બગડીઓ અને ચેઇન લીધા હતા. અન્ય દાગીના પણ આ મહિલા પાસે હતા.

Related Articles

Back to top button